ખેંચાયેલી દોરીમાં સમયની બે ક્ષણોએ રચાતાં સ્થિત તરંગો આકૃતિમાં બતાવ્યા છે. $360$ $\mathrm{ms}^{-1}$ ના વેગ અને $256$ $\mathrm{Hz}$ ની આવૃત્તિ ધરાવતા બે તરંગોના સંપાતીકરણના લીધે સ્થિત તરંગ રચાય છે.
$(a)$ જ્યારે બીજું વક રચાય તે સમયની ગણતરી કરો.
$(b)$ વક પર નિણંદ અને પ્રસ્પદ બિંદુઓ દર્શાવો.
$(C)$ $\mathrm{A}^{\prime}$ અને $\mathrm{C}^{\prime}$ વચ્ચેનું અંતર ગણો.
તરંગની આવૃતિ,
$v=256\;Hz$
$\therefore$ આવર્તકાળ $T =\frac{1}{ v }=\frac{1}{256}=3.9 \times 10^{-3} s$
$(a)$ મધ્યમાન સ્થાન આગળથી પસાર થત્તા લાગતો સમય,
$t=\frac{ T }{4}=\frac{3.9 \times 10^{-3}}{4}=9.75 \times 10^{-4}\,s$
$(b) A, B, C, D, E$ નિષ્પંદ બિંદુઓ છે. (સ્થાનાંતર શૂન્ય)
અને $A ^{\prime}, C ^{\prime}$ એ પ્રસ્પંદ બિદુઓ છે. (સ્થાનાંતર મહત્તમ)
$(c) A'$ અને $C'$ એ કમિક પ્રસ્પંદ બિદુઓ છે તેથી તેમની વચ્ચેનું અંતર $\lambda$ થાય.
$\therefore$ અંતર અથવા $\lambda$$=\frac{v}{V}$
$=\frac{360}{256}$
$=1.406$
$=1.41\;m$
બે તાર $W_1$ અને $W_2$ ની ત્રિજ્યા $r$ અને જેની ઘનતા ${\rho _1}$ અને ${\rho _2}$ (${\rho _2} = 4{\rho _1}$) છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જે બંને $O$ બિંદુ આગળ જોડેલા છે. તેને સોનોમીટર તરીકે ઉપયોગ કરવામાં આવે છે, જેમાં તણાવ $T$ છે.$O$ બિંદુ એ બંને ટેકાની મધ્યમાં છે. આ તારામાં જ્યારે સ્થિત તરંગ ઉત્પન્ન કરવામાં આવે ત્યારે તાર વચ્ચેનું બિંદુ સ્પંદબિંદુ તરીકે વર્તે છે. તો $W_1$ અને $W_2$ માં બનતા પ્રસ્પંદ બિંદુનો ગુણોત્તર કેટલો મળે?
$n$ મૂળભૂત આવૃત્તિ ધરાવતા સોનોમીટરના તારની ત્રિજયા બમણી અને તણાવ અડધું કરતાં નવી મૂળભૂત આવૃત્તિ કેટલી થાય?
એક સીધી રેખામાં ગતિ કરતાં લંબગત તરંગમાં બે શૃંગ વચ્ચેનું અંતર $5 \,m $ જ્યારે એક શૃંગ અને ગર્ત વચ્ચેનું અંતર $1.5 \,m$ છે. તો તરંગની શક્ય તરંગલંબાઈ ($m$ માં) કેટલી હશે?
સોનોમીટરના પ્રયોગમાં જયારે દોરી સાથે $180\,g$ વજનને લટકાવવામાં આવે છે ત્યારે તે તેની $30\,Hz$ ની મૂળભૂત આવૃત્તિ સાથે આંદોલિત થાય છે. જયારે $m$ વજનને લટકાવવામાં આવે છે ત્યારે દોરી $50\,Hz$ ની મૂળભૂત આવૃત્તિ સાથે આંદોલિત થાય છે.અહી $m$ ની કિંમત ............ $g$ છે.
$50cm$ લંબાઇની દોરીની મૂળભૂત આવૃત્તિ $800Hz$ છે.તેમાં $1000 Hz$ ની આવૃત્તિ ઉત્પન્ન કરવા માટે દોરીની લંબાઇ કેટલી ..... $cm$ કરવી પડે?